હરસુંડલ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે
નોટીસ બોર્ડ:- (૧)ધોરણ 6 માં યશ પટેલ ક્વિઝ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા.......(૨) ૦૬/૧૦/૨૦૧૭ અર્ધવાર્ષિક પરીક્ષા સરું....... @ (3)૨૫/૦૯/૨૦૧૭ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાશે.

Friday, 4 August 2017

ધોરણ ૧ થી ૫ બાળમેળો અહેવાલ



images (2).jpgધોરણ ૧ થી ૫ બાળમેળો અહેવાલ     
                                                                     તારીખ :- ૧૦ /૦૬/૨૦૧૭
                            
                                              ગુજરાત શૈક્ષણિક સશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરની પ્રેરણા અને માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , કુકસ –મહેસાણા દ્વારા હરસુંડલ પ્રાથમિક શાળામાં તારીખ :- ૧૦/૦૬/૨૦૧૭ ના રોજ સરકાર શ્રી દ્વારા યોજાનાર શાળા પ્રવેશોત્સવ સાથે જ ધોરણ ૧ થી ૫ માં આનંદ દાયી બાળમેળાનું આયોજન કરવામાં આવેલ .
                          
                                            સવારે ૭ કલાકે તમામ વિદ્યાર્થીઓ શાળા પટાંગણ માં ઉપસ્થિત થયેલ હતા તથા શાળામાં પ્રવુંતીના ભાગ રૂપે સફાઈ કામગીરી કરવામાં આવી. તથા તમામ વિદ્યાર્થી ગણ આમંત્રિત ગ્રામજનો  ,એસ.એમ.સી સભ્યો ,શિક્ષકગણ તેમજ જિલ્લા કક્ષાએ થી પધારેલ મુખ્ય અધિકારીસાહેબ દ્વારા ૮ કલાકે પ્રવેશોત્સવ કાર્યક્રમ ના સ્ટેજપર પોતાનું સ્થાન ગ્રહણ કરવામાં આવ્યું.  એક કલાક સુધી પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલ્યો ત્યાર બાદ મુખ્ય મહેમાન એ.એન ભરાડા સાહેબશ્રી નિયામક ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બાળમેળો ખુલ્લો મુકવામાં આવ્યો .
                          
                                          તમામ વિદ્યાર્થીઓ પોત પોતાના સ્ટોલ માં ગોઠવાઈ ગયા તથા અગાઉથી તેમને આપેલ વિવિધ પ્રવુંતીઓ માર્ગદર્શક શિક્ષકશ્રીઓ ની મદદ થી શરુ કરવામાં આવી ત્યાર બાદ મુખ્ય મહેમાન તથા પધારેલ ગ્રામજનો એ પણ બાળ મેળો નિહાર્યો અને ત્યારબાદ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થી માટે ટુકડી મુજબ વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક સિલાઈ કામ ,માટીકામ ,કાતર કામ ,ગડીકામ,કાગળ કામ,ચીટક કામ ગીત,સંગીત અને અભિનય રંગોળી ,ચિત્રકામ ,રંગ પુરણી બાળ વાર્તા , ફિલ્મ નિદર્શન વગેરે આનંદ દાયી પ્રવુંતીઓ કરવામાં આવી .
                      
                                                  કાર્યક્રમના  ના અંત ભાગમાં આચાર્ય નરેશભાઈ પ્રજાપતિ સાહેબશ્રી દ્વારા વિવિધ વિભાગની મુલાકાત લેવામાં આવી તથા જેમનું કામ ખુબ જ સારું હતું  તેમને પ્રોત્સાહન આપી બાળમેળો સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો .



No comments:

Post a Comment

Welcome to Harsundal BLOG