હરસુંડલ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે
નોટીસ બોર્ડ:- (૧)ધોરણ 6 માં યશ પટેલ ક્વિઝ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા.......(૨) ૦૬/૧૦/૨૦૧૭ અર્ધવાર્ષિક પરીક્ષા સરું....... @ (3)૨૫/૦૯/૨૦૧૭ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાશે.

Tuesday, 8 August 2017

પ્રવેશોત્સવ અહેવાલ



પ્રવેશોત્સવ અહેવાલ
          તારીખ:-૧૦/૦૬/૨૦૧૭ શનિવાર ના રોજ હરસુંડલ પ્રાથમિક શાળા મુકામે રાજ્ય સરકારશ્રીના આયોજન મુજબ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ.સવારે ૭ કલાકે શાળા પટાંગણમાં  તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણ હાજર હતા. સૌ પ્રથમ તમામે સાથે મળી શાળા સફાઈ તથા આવનાર મહેમાનના સ્વાગત ની તૈયારી કરવામાં આવી.
           ૮:૦૦ કલાકે જિલ્લા કક્ષાએથી એ.એમ.ભરાડા સાહેબશ્રી,નિયામક જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી શાળા કક્ષાએ કાર્યક્રમમાં કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું. આમંત્રિત તમામ મહેમાનશ્રી તેમની સાથે પધારેલ લાયજનશ્રી તથા એસ.એમ.સી સભ્યો,ગ્રામ પંચાયત સભ્યો ,ગ્રામ લોકો તથા વિદ્યાર્થીઓ એ પોતાનું સ્થાન ગ્રહણકર્યું.
          ધોરણ ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા “ મનુષ્ય તું બડા મહાન ” ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્ય સૂચી મુજબ આંગણવાડી ના બાળકોનો પ્રવેશ તથા કીટ વિતરણ ,હરસુંડલ તથા ચામુંડાનગર પ્રાથમિક શાળા ના ધોરણ ૧ માં વિદ્યાર્થીઓને પ્રવેશ તથા કીટ વિતરણ તેમજ ધોરણ ૩ થી ૮ માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ ,મુખ્ય મહેમાનશ્રી દ્વારા પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રવચન આપવામાં આવ્યું તમામ આમંત્રિતો એ સહકાર આપ્યો અને વૃક્ષારોપણ અને રાષ્ટ્રગાન દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું.
          ત્યાર બાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , કુકસ મહેસાણા આયોજિત ધોરણ ૧ થી ૫ આનંદ દાયી બાળમેળો તથા ૬ થી ૮ જીવન કૌશલ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં  સરકારશ્રીના આદેશ મુજબ અધિકારીશ્રી દ્વારા ધોરણ ૨ થી ૮  ના વિદ્યાર્થીઓ ના પરિણામ તેમજ જવાબ લખેલ પેપર ચકાસણી કરવામાં આવી.
           ૧૧ કલાકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો પધારેલ મહેમાનશ્રી દ્વારા શાળાના સ્ટાફ ને પ્રોત્સાહિત ચર્ચા કરી આગળ ના ગામમાં ભાગીદાર થવા રવાના થયા. તેમજ શાળાના વિધાર્થીઓએ કાર્યક્રમનો ખુબ આનંદ લીધો.

No comments:

Post a Comment

Welcome to Harsundal BLOG