વિશ્વ
યોગ દિવસ
૨૧/૦૬/૨૦૧૭
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત
રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી
લાબો દિવસ છે
અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ
દિવસ મનાવવા
માટે સૂચન કર્યું. ત્યારબાદ,
આ બાબતે
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ
સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
૨૧ જુન ૨૦૧૭ ના રોજ કેન્દ્ર સરકાર ના આદેશ મુજબ તેમજ
સરકારશ્રી દ્વારા જણાવેલ યોગ પ્રોટોકોલ મુજબ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જે સંદર્ભે સવારે ૭ કલાકે
શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ કેટલાક જાગૃત ગ્રામ જનો શાળાના શિક્ષકો સાથે શાળા
મેદાન માં પોતાનું આસન ગ્રહણ કરવામાં આવ્યું .
૭ કલાકે યોગ પ્રોટોકોલ શાળાના શિક્ષિકા બેનશ્રી દિપીકાબેન સુથાર ના
માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવ્યો . યોગ ની શરુ આત નમસ્કાર મુદ્રામાં “ ॐ संगच्छध्वं संवदध्वं ” પ્રાથના દ્વારા કરવામાં આવી .ત્યારબાદ
ગરદન,કમર,ઘૂંટણ વગેરે સૂક્ષ્મ ક્રિયાઓ
કરવામાં આવી. ત્યારબાદ તાડાસન,વૃક્ષાસન,વક્રાસન,શવાસન વગેરે યોગાસન કરવામાં આવ્યા અને અંતે
ધ્યાન,સંકલ્પ, તેમજ શાંતિ પાઠ કરી યોગિક ક્રિયાઓ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં
આવી.
આમ વિદ્યાર્થીઓ,એસ,એમ,સી ,ગ્રામજનો તથા શાળા પરિવારે સાથે મળી યોગ દિન ની
સફળતા પૂર્ણ ઉજવણી કરવામાં આવી.
No comments:
Post a Comment